પ્રસ્તાવના :- દર વખતની જેમ આ વર્ષે પણ ઉનાળાનું વેકેશન પડે એ પહેલાં જ બે મહિનાથી શ્રીમતીજીનો ફરવા જવાનો ઉન્માદ આરંભાયો હતો. હવે તો અમારે એ જ છેલ્લાં ઘણાં સમયથી ટૂર ગાઈડનું કામકાજ સંભાળે છે.એમને મળી જાય છે બે પરિપક્વ સંતાનોનો સાથ.એમાં વધુ એક પાત્ર ઉમેરાયું તે અમારી પુત્રવધૂ એન્સી.આ ત્રણ જણ ભેગાં મળી ઘરેથી જ બધું આયોજન કરે.કઈ તારીખે ક્યાં જવાનું, ત્યાં કેટલું રોક્વાનું...વગેરે વગેરે. બે મહિના પહેલેથી ઉઠેલો એ ઉન્માદ ક્રમશઃ, ચર્ચા-વિચારણા, મીટિંગો,અમારા ચારેયની રજાના સેટીંગ્સ્ અને ખિસ્સાને પરવડે એવાં ફાઇનાન્સિયલ પ્લાનીંગમાંથી પાર પડીને એક ફાઈનલ ડીસીશન પર પહોચે. એમાં સૌ પ્રથમ ડેસ્ટીનેશન નક્કી થાય. ત્યારબાદ જે તે સ્થળની આસપાસના જોવાલાયક સ્થળોને આધારે ત્યાં રોકાવાના દિવસો નક્કી થાય.આમ આ વખતે અમારા ફેમિલી તરફથી ડેસ્ટીનેશન તરીકે મધ્ય પ્રદેશમાં આવેલા મહેશ્વર, માંડુ, ભોપાલ અને પંચમઢી જેવાં સ્થળો પસંદ કર્યા હતાં.સમયગાળો 28.5.22 થી 4.6.22 સુધીનો હતો. પ્રથમ દિવસ - તારીખ 28.5.22 અમારી યાત્રા આરંભાઈ ...
પૂર્વ તૈયારી અંગે સામાન્ય માહિતી * ઈશ્વર કૃપાથી ઓક્ટોબર ૨૦૦૨૫માં અમારાથી ઈજીપ્તનો પ્રવાસ શક્ય બન્યો. આપ સૌ જાણતા હશો કે અમે પરિવાર સહ દેશ વિદેશના પ્રવાસે જઈને ફરવાના શોખીન છીએ. અમારી આ યોજના અને શોખમાં ઈશ્આવર હરહંમેશ અમને મદદ કરે જ છે. અમારી આ પ્રવૃતિને વેગ મળતું રહે એ માટે અમે ૨૦૧૧ માં કર્મા રોયલ ક્લબમાં સભ્ય બન્યાં હતાં. અને એ ક્લબ થકી જ અમે થાઈલેન્ડ,વિએતનામ,મલેશિયા અને ઈન્ડોનેશીયા જેવાં દેશોમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી ચૂક્યાં છીએ. વળી રાષ્ટ્રીય કક્ષાએ પણ અમે ઘણા બધાં સ્થળોની મુલાકાત કરી ચૂક્યાં છીએ. આ માટે Thanks to The Karma Royal Club. * વર્ષમાં એક નાનો અને એક મોટો પ્રવાસ શક્ય હોય તો કરવો જ એવી અમારી નેમ રહેલી છે. અત્યાર સુધી અમારી નોકરી ચાલુ હતી એટલે અમે અમારા પ્રવાસ મોટે ભાગે દિવાળી અને ઉનાળાના વેકેશનમાં ગોઠવાતા રહ્યા છીએ. પરંતુ હવે હું અને સુનિતા નિવૃત થયાં હોઈ સમયનું બંધન રહેતું નથી. જો કે અમારા સંતાનો નોકરી કરતાં હોવાથી એમની રજાઓ અને એમને મળવાપાત્ર રજાઓનું સેટિંગ જોવું પડે છે. * આ વર્ષે દિવાળી વેકેશનમાં એક મોટો પ્રવાસ કરવો એનું આયોજન એપ્રિલ મહિનાથી ચાલતું હતું. આ વખતે ગ...
Comments
Post a Comment