કાશ્મીર ટ્રીપ એપ્રિલ ૨૦૨૬
દર વખતની જેમ અગાઉથી એટલે કે જાન્યુઆરી મહિનામાં જ આ વર્ષે ઉનાળા વેકેશન માટે પ્રવાસનું સ્થળ કાશ્મીર નક્કી કરવામાં આવ્યું. અમારું આખું ફેમિલી બેંગલોરમાં હોવાથી પ્રવાસ ત્યાંથી જ શરૂ કરવો અને પ્રવાસ પૂર્ણ કરી સીધા આણંદ જવું એમ નક્કી કરવામાં આવ્યું. દીકરા નિસર્ગ અને દીકરી એન્સીની સાથે ચર્ચા બાદ એ લોકોએ આ પ્રવાસમાં જોડાવાની અસંમતિ દર્શાવી એટલે હું, જીવનસાથી સુનિતા અને સાક્ષીના પ્રવાસ આયોજનના ચક્રો ગતિમાન થયા. હું પણ વધારે ઠંડી વેઠી ના શકતો હોવાથી મારી પણ મંજૂરી લેવામાં આવી હતી. મનમાં અવઢવ હતી છતાં જોયું જાશે અને પડશે એવા દેવાશે માની મેં પણ મંજૂરી આપી દીધી. વિમાન બુકિંગના આ સમયમાં હું હાથ બેટોરતો ના હોવાથી, સુનિતા અને સાક્ષીએ તારીખથી માંડીને સ્થળો, હોટલો, દિવસની ટ્રીપો, જોવાલાયક સ્થળોની યાદી, એની ટિકીટો વગેરે તમામનું એક પછી એક એમ કલાકોના કલાકો બેસીને બેસીને લગભગ એક મહિનામાં એટલે કે માર્ચના અંત સુધીમાં સમગ્ર આયોજન કરી લીધું. આની સાથે ઠંડા અને બરફવાળા પ્રદેશમાં જવાનું હોવાથી, સ્વેટર, જેકેટ, હાથમોજાં, શૂઝ તથા અન્ય હવામાનને અનુરૂપ પોશાકની ખરીદી પણ સાથોસાથ ચાલતી રહી.મનનું આયોજન વર્ડ ફાઈલમાં અંકિત થ...