ઈજીપ્ત પ્રવાસ ઓક્ટોબર ૨૦૨૫

પૂર્વ તૈયારી અંગે સામાન્ય માહિતી 

* ઈશ્વર કૃપાથી ઓક્ટોબર ૨૦૦૨૫માં અમારાથી ઈજીપ્તનો પ્રવાસ શક્ય બન્યો. આપ સૌ જાણતા હશો કે અમે પરિવાર સહ દેશ વિદેશના પ્રવાસે જઈને ફરવાના શોખીન છીએ. અમારી આ યોજના અને શોખમાં ઈશ્આવર હરહંમેશ અમને મદદ કરે જ છે. અમારી આ પ્રવૃતિને વેગ મળતું રહે એ માટે અમે ૨૦૧૧ માં કર્મા રોયલ ક્લબમાં સભ્ય બન્યાં હતાં. અને એ ક્લબ થકી જ અમે થાઈલેન્ડ,વિએતનામ,મલેશિયા અને ઈન્ડોનેશીયા જેવાં દેશોમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી ચૂક્યાં છીએ. વળી રાષ્ટ્રીય કક્ષાએ પણ અમે ઘણા બધાં સ્થળોની મુલાકાત કરી ચૂક્યાં છીએ. આ માટે Thanks to The Karma Royal Club.

* વર્ષમાં એક નાનો અને એક મોટો પ્રવાસ શક્ય હોય તો કરવો જ એવી અમારી નેમ રહેલી છે. અત્યાર સુધી અમારી નોકરી ચાલુ હતી એટલે અમે અમારા પ્રવાસ મોટે ભાગે દિવાળી અને ઉનાળાના વેકેશનમાં ગોઠવાતા રહ્યા છીએ. પરંતુ હવે હું અને સુનિતા નિવૃત થયાં હોઈ સમયનું બંધન રહેતું નથી. જો કે અમારા સંતાનો નોકરી કરતાં હોવાથી એમની રજાઓ અને એમને મળવાપાત્ર રજાઓનું સેટિંગ જોવું પડે છે.

* આ વર્ષે દિવાળી વેકેશનમાં એક મોટો પ્રવાસ કરવો એનું આયોજન એપ્રિલ મહિનાથી ચાલતું હતું. આ વખતે ગંગટોક અમારો રીસોર્ટ હોવાથી ત્યાં જવું એવું નક્કી કર્યું હતું. પરંતુ ત્યાં અમને અનુકુળ એવી તારીખોમાં બુકીંગ મળતું ન હોવાથી અચાનક અમે ઈજીપ્તના પ્રવાસ તરફ આકર્ષાયા હતાં. ઈજીપ્તમાં અમારી ક્લબ દુનિયાની સૌથી લાંબી નદી નાઈલમાં રીવર ક્રુઝ ચલાવતી હોવાથી અમે ત્યાં એક વીક માટે બુકીંગનો ટ્રાય કર્યો અને અમારા સદનસીબે અમને તારીખ ૧૬.૧૦.૨૫ થી ૨૩.૧૦.૨૫ તારીખ સુધી બુકીંગ મળી ગયું હતું. જો કે નાઈલ રીવર ક્રુઝમાં પાંચ વર્ષથી નાનાં બાળકોને મંજુરી નહિ હોવાથી અમે કમનસીબે અમારી પૌત્રી લૈઝલને લીધે એણે અને અમારા દીકરા નિસર્ગ તથા દીકરી પુત્રવધુ એન્સીને આ પ્રવાસમાં સામેલ કરી શક્યા નહિ અને એમની સંમતિથી આ પ્રવાસનું આયોજન ચાલુ કર્યું.  

* અમારા કોઈપણ પ્રવાસ માટે જે તે જગ્યાના જોવાલાયક સ્થળોની પસંદગી અને ત્યાં કેટલો સમય ફાળવવો એની તમામ કામગીરી સુનિતા સંભાળે છે. એર ટીકીટ તથા અન્ય જગ્યાઓની ટીકીટ તથા અન્ય બુકીંગની જવાબદારી દીકરો નિસર્ગ અને દીકરી સાક્ષી સંભાળે છે.આ બધું કરવામાં બહુ જ મગજમારી અને માથાકૂટ થતી હોય છે. ઓનલાઈન વિઝા પ્રોસેસ, જે તે જગ્યાએ સમય પ્રમાણે પહોચવાનું, connecting ફ્લાઈટ કે બસ કે ટ્રેન નું બુકીંગ કરવું, જ્યાં અમારા રીસોર્ટ માં થી ચેક આઉટ હોય પછી અન્ય ઠેકાણે રહેવાનું બુકીંગ કરવું, જે તે જોવાલાયક સ્થળે કેટલો સમય જોઈશે, જે તે જોવાલાયક સ્થળની એન્ટ્રી ટીકીટ વગેરે ઘેર બેઠા બેઠાં કરવું આસાન કામ નથી.

* આપને જણાવતાં આનંદ થાય છે કે ઉપર આગળ જણાવ્યા એ મુજબના કોઈ પણ બુકીંગ માટે હવે અમે બહારની કોઈ સર્વિસ કે એજન્ટનો સહારો લેતા નથી. ઈવન અમારા વિઝા પણ ઓનલાઈન કરાવી લે છે. પ્રવાસ માટે અમારા નાઈલમાં રીવર ક્રુઝના એક અઠવાડિયાના નિવાસ બાદ ત્યાંથી કૈરો પહોચવાનું, ત્યાં ત્રણ દિવસ રહેવાનું વગેરે પ્લાનિંગ ઘરેથી જ લગભગ જૂન અને જુલાઈ મહિનામાં જ થઈ ગયું હતું.

દિવસ (૧) તારીખ - ૧૫.૧૦.૨૫ બુધવાર 

* તારીખ ૧૫.૧૦.૨૫ ના રોજ અમારા ઈજીપ્તના પ્રવાસનો પ્રારંભ બેંગલોર થી થયો. અમારી ગલ્ફ એરની ફ્લાઈટ ભારતીય સમય પ્રમાણે સવારે ૫.૪૫ વાગે ઉપડતી હોવાથી રાત્રે ૧ વાગે લેનાર એડીફિસથી નીકળ્યાં હતાં.અમે અગાઉથી કરાવેલી ઉબેર કારવાળો હું જે પી નગર જવાનું સમજ્યો હતો એમ કહી મારાથી એરપોર્ટ આવશે નહીં એમ કહીને કાર કેન્સલ કરીને જતો રહ્યો હતો. તેથી અમે બીજી ઓલા ઉબેર કાર કરાવી બેંગલોર કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ ટુ પર ૨.૫૬ વાગે પહોંચ્યા હતાં.

* સાથે એક સૌથી મોટી લગભગ ૩૦ કીલો વજનની,એક મોટી લગભગ ૨૦ કીલો વજનની અને ૭,૭ કીલો વજનની બે બેગો લીધી હતી.

* બેંગલોરથી બેહરીનની ગલ્ફ એરની ફ્લાઈટ નંબર GF 283 માં બેહરીન જવાનું હતું. જેનો ઉપડવાનો સમય ૫.૪૫ નો હતો.

* એન્ટ્રી ગેટ પર એન્ટ્રી પ્રક્રિયા પતાવીને, ૨૩ નંબરના કાઉન્ટર પર લગેજ ચેકીંગ પતાવીને બે મોટી અને એક નાની એમ ત્રણ બેગ (જે અમને સીધી જ કૈરો મળવાની હતી) અંદર મોકલીને સિક્યુરિટી ચેકીંગ પતાવીને ૩ વાગે અંદર પ્રવેશીને ફર્યા હતાં અને અમારી ફ્લાઈટ સમયની રાહ જોઈ હતી.

* ગેટ નંબર 16 થી બેંગલોર થી બેહરીનની ગલ્ફ એરની ફ્લાઈટ નંબર GF 283માં ૪.૪૫ વાગ્યાની આસપાસ બોર્ડિંગ કર્યું અને અમારી સીટ 27 A,B,C પર ગોઠવાયા હતાં.

* આ પ્લેન રાઈટ ટાઈમ ૫.૪૫ ઉપડ્યું હતું. અને અમને બેહરીન સમય સવારે ૭.૩૦ અને  ભારતીય સમય મુજબ સવારે ૧૦.૦૦ વાગે બેહરીન પહોંચાડી દીધાં હતાં. સવા ચાર કલાકની સફર દરમ્યાન અમને કોમ્પ્લિમેન્ટ્રી લંચ અને ડ્રીન્કસ આપવામાં આવ્યાં  હતાં. ડ્રીન્કસમાં રેડ વાઈન અને બીયર પણ હતાં.

* ભારતીય સમય કરતાં બેહરીન ૨.૩૦ કલાક પાછળ ચાલે છે.

* બેહરીનથી અમારે બીજી ફ્લાઈટ પકડીને ઈજીપ્તના પાટનગર કૈરો જવાનું હતું. 

* બેહરીનથી કૈરોની ગલ્ફ એરની ફ્લાઈટ GF 71 નંબરની હતી. અને એ બેહરીનના સમય પ્રમાણે ૧૨.૧૫ વાગે ઉપાડવાની હતી.

* અહીં અમારે ૭.૩૦ થી ૧૧.૧૫ સુધીનો સમય ફાજલ હતો જે અમે આમતેમ ફરીને, આરામ કરીને,નાસ્તો કરીને પસાર કર્યો હતો. મેં આખા એરપોર્ટ પર રખડપટ્ટી કરી હતી.

* અહીં અમારે સિકયુરિટી ચેક વગેરે કરવાનું નહોતું. પણ સીધા ટ્રાન્સફરથી ઈન્ટરનેશલ એરપોર્ટ પર પહોંચીને આમતેમ ફરીને છેલ્લે અમારા બોર્ડિંગ કાઉન્ટર બારી નંબર 16B થી ફ્લાઈટમાં બહેરીન સમય સવારના ૧૧.૧૫ વાગે વિમાનમાં પ્રવેશ્યા હતાં.

* આ ફ્લાઈટ પણ રાઈટ ટાઈમ હતી. આ ફલાઈટમાં પણ અમને સરસ મજાનું લંચ વીથ ડ્રીંક કોમ્પ્લિમેન્ટ્રી આપવામાં આવ્યું હતું. જેમાં સફર કરીને અમે સાંજના ૩.૩૫ વાગે કૈરો કે જે ઈજીપ્તની રાજધાની છે ત્યાં એરપોર્ટ પર પહોંચી ગયાં હતાં. અહીથી અમારે બસ મુસાફરી કરીને Luxor પહોચવાનું હતું. બેંગલોરથી લક્ક્ષોર અને કૈરોથી લક્ક્ષોર વિમાનભાડું ખૂબ જ વધારે ૪૫૦૦૦ જેવું થતું હતું એટલે અમારે આ વ્યવસ્થા કરવી પડી હતી.

* ઈમિગ્રેશન, વિઝા ટેસ્ટીંગ વગેરે પતાવીને અમે બગેજ કાઉન્ટર પહોંચ્યા હતાં. ત્યાં અમારા પાસપોર્ટ વિઝા તપાસીને પાસપોર્ટમાં સ્ટેમ્પિંગ કરવામાં આવ્યા હતાં. અહીં મલેશિયા ઈન્ડોનેશિયા જેવી ભારે ભીડ નહોતી.

* 4 નંબરના બગેજ કાઉન્ટર ઉપરથી ત્રણ બેગો લઈને અને EXIT ગેટ એરિયામાં અંદર જ લગભગ ત્રણેક કલાક બેઠાં હતાં.

* હું અને સાક્ષી પૂછપરછ કરીને સુનિતાને સામાન સાથે અંદર બેસાડીને બહાર નીકળીને ત્રણ સીમ કાર્ડ ખરીદી લાવ્યા હતાં.

* ૮.૦૦ વાગે અમે કૈરો ઈન્ટરનેશલ એરપોર્ટને બાય બાય કરીને Luxor (લક્ષોર) માટેની બસ પકડવા ઉબેર કરાવીને Masr City જવા નીકળ્યા. 

* ઉબેરનો ડ્રાઈવર અમને Go Bus સર્વિસ આપતી નજીકની ૧૦,૧૨ કિલોમીટર દુર આવેલી Go Busની ઓફીસે છોડી ગયો.

* ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે અમે જ્યાં પહોચ્યાં હતાં એ માત્ર એક બુકીંગ ઓફીસ હતી. મુખ્ય બસ મથક ત્યાંથી ત્રણેક કીલોમીટર દુર થતું હતું. ત્યાંથી Go Bus ના (બસ સર્વિસનું વર્ણન) મુખ્ય મથકે જવું પડશે એવું અમને લાગતાં અમે પૂછપરછ ચાલુ રાખી હતી. એટલે એ લોકોએ અમને ઓફર કરી કે તેઓ એમની ત્યાં જતી બીજી એક બસમાં અમને મુખ્ય મથક લઈ જશે.

* ઉતાવળે બાજુમાંથી ખાવાનું પેક કરાવીને અમે સામાન સહિત એક સાદી અને મિડિયમ બસમાં ગોઠવાયા.જે અમને લગભગ રાતના નવ વાગે Go Bus ના મુખ્ય મથકે લઈ ગઈ.

* અમારી બસનો ટાઈમ ૧૧.૧૫ નો હતો.

* ત્યાં જઈને અમે બસ સ્ટેન્ડની અંદર બેસીને જમ્યાં. (ખોરાકનું વર્ણન) ત્યાંની હલનચલન અને રીતભાત વગેરે જોતાં બસ ટાઈમિંગ અને આયોજનના ઠેકાણા ના લાગતા અમે ઉતાવળા થઈને ૧૦ વાગ્યાના ત્યાં આવતી દરેક બસ Luxor (લક્ષોર) જવાની છે કે કેમ તે પૂછતા રહ્યાં.

* આ દરમિયાન અમને નીચે મુજબ મુશ્કેલીઓ સહન કરવી પડી. 

૧.તમામ બસો પાટીયા વગરની આવતી હતી અને ખાલી આગળ ગ્લાસ પર A4 પ્રિન્ટ ચોંટાડેલી હતી એમાં બે ત્રણ સમય લખેલાં હોતા એટલે અંદાઝ આવે નહીં કે આપણી બસ કઈ !

૨. ભાષાનો મોટો પ્રોબ્લેમ...અહીં કોઈને ઈંગ્લિશ આવડે નહીં અને એમની અરેબિક ભાષામાં ઠોક્યે રાખે. વહીવટકર્તા જેવો લાગે અને પૂછીએ તો ભાષાને લીધે સરખો જવાબ ના મળે એટલે ચિંતા વધે.

૩. સ્મોકિંગ... અહીંના લોકો ભયંકર સ્મોકિંગથી ટેવાયેલા છે... ખુલ્લામાં સ્મોકિંગ કરે છે.એનાથી કંટાળી ગયા.

૪. અમે પહેલાં જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી પ્રિન્ટ ટિકીટ માગી હતી.પણ જરૂર નથી એમ કહી આપવામાંઆવી નહોતી.

૫.અમે ઘરેથી ઘણા સમય પહેલા આ બસની ટિકીટો બુક કરાવેલી હોવાથી અમારી પાસે પ્રિન્ટ ટિકીટ ન હોવાથી વારે ઘડીએ મોબાઈલમાં સ્ક્રીનશોટ બતાવવો પડતો હતો.

૬. બસ વ્યવસ્થા અને સર્વિસ પ્રાઈવેટ હોવાથી, સુવિધાઓમાં ઘણી ઊણપો જણાતી હતી.

* આખરે ૧૦.૩૦ પછી અમારી બસ આવી. જે નવી, બે માળની અને ૧૦ વ્હીલની એસી વાળી પીળા કલરની હતી. જે જોઈને અમને ઘણો આનંદ થયો હતો.

* એમાં ડિકીમાં સામાન ચઢાવવા માટે ટીપ માગતા આપવી પડી હતી.

* બસમાં રાત્રે ઈયર ફોન, પાણી,નાસ્તાનું પેકેટ દરેક મુસાફરને આપવામાં આવ્યું હતું. કોફી માટે ૨૦ પાઉન્ડ ચાર્જ લીધો હતો.

* ડ્રાઈવર અને રસ્તા સારા હોવાથી, પ્રમાણસર ગતિએ બસ સરસ ચાલતી હતી. રસ્તામાં શું આવ્યું અને કયું સ્ટેશન આવ્યું એની અમને કશી ખબર પડી નહોતી.

* અમે થાકેલા હોવાથી ઊંઘી ગયા હતાં.પરંતુ રાત્રે બે વાર અલગ અલગ જગ્યાએ ૧૦,૧૦ મિનિટના હોલ્ટ (હોટલનું વર્ણન) રાખ્યાં હતા ત્યાં અમે ઊતરીને પેશાબ કરતાં હતાં.પરંતુ પેશાબ માટે પણ 5 પાઉન્ડ કે 20 ઈજીપ્તિયન પાઉન્ડ  વસૂલતા હતાં.

દિવસ (૨) તારીખ - ૧૬.૧૦.૨૫ ગુરૂવાર

* સવારે અમે જાગ્યા ત્યારે સૂર્યોદય જોવાં મળ્યો હતો. વાગે Qena (ક્વેના) શહેરમાં બસ ઊભી રહેતાં ઘણાં બધાં પ્રવાસીઓ ઉતરી ગયા હતાં.

* Luxor (લક્ષોર)માં અમે ૮.૪૫ વાગે પહોંચી ગયાં હતાં. અમે ના પાડી હોવા છતાં અમારા ક્રૂઝ રીસોર્ટમાંથી એક કાર અમને લેવાં આવી હતી. જેનો એમણે ૧૫ ડોલર ચાર્જ વસૂલ્યો હતો.

* અમારી નાઈલ રીવર ક્રૂઝમાં અમે વાગે પ્રવેશી ગયાં હતાં. જયાં અમને વેલકામ ડ્રીંક સાથે સ્વાગત કરીને ફોર્મ ભરાવીને ફોર્માલીટી પૂરી કરીને રૂમ નંબર ૩૦૩ અને ૩૦૪ એલોટ કર્યા હતાં. 

* રૂમ નંબર ૩૦૩ નાઈલ નદી કિનારા સાઈડ છે જે મેં અને સુનિતાએ રાખી હતી જ્યારે રૂમ નંબર ૩૦૩ નાઈલ નદી સાઈડ છે જે સાક્ષીએ રાખી હતી.

* અહીં અમને અમારા ટુરિસ્ટ આસિસ્ટન્ટ અને ગાઈડ ૧. વિશ્વાસ (ગુજરાત) ૨. મહેન્દ્રસિંહ શેખાવત (રાજસ્થાન) સાથે મુલાકાત અને વાતચીત થઈ હતી.

* રૂમમાં જઈને નાહી ધોઈ પરવારીને આરામ કરીને બપોરે ૧.૩૦ વાગે લંચ માટે રેસ્ટોરન્ટમાં જઈને બૂફે જમ્યાં.

* ત્યાર બાદ લોન્જ રૂમમાં મીટિંગમાં હાજરી આપી. તેમાં આખા અઠવાડિયાની ટ્રીપ પ્લાનિંગની સમજ આપી હતી અને બુકિંગ કરવા કહ્યું હતું. અમે વિશ્વાસ સાથે ચર્ચા કરીને એની મદદથી પસંદગીની ટ્રીપનું પ્લાનિંગ કરીને બુકિંગ કરાવ્યું હતું.

* સાંજે અપરડોક પર બેસીને નદી,પવન, કુદરતની મજા માણી હતી.

* ડીનર આઠ વાગ્યા પહેલાં પતાવી દેવાનું હોવાથી ડીનર પતાવીને ફરીથી અપરડોક પર જઈને બેસીને મજા માણી હતી.

* ટૂર આયોજનમાં આ દિવસે લાઈટ અને સાઉન્ડ શો જોવા લઈ જાય છે, જે અમે જોવા ગયા નહોતા.

                            દિવસ (૩) તારીખ - ૧૭.૧૦.૨૫ શુક્વાર

* સવારે ૪ વાગે ઉઠીને કર્માની મીની બસમાં હોટ એર બલૂનમાં બેસવા એ માટેના પોઈન્ટ જવા માટે નીકળી ગયા હતાં. બલૂનમાં બેસવાના બે સમય/સ્લોટ હોય છે.વહેલી સવારે બલૂનમાં બેસવાથી સૂર્યોદય જોવાનો લાભ મળે છે.

* હોટ એર બલૂનમાં બેસવાની ટિકીટ ડોલર વ્યક્તિદીઠ ભાવ છે.

* અમારી ક્રૂઝથી લગભગ ૧૨ કિલોમીટર દૂર આવેલા હોટ એર બલૂન સ્પોટ એક ખુલ્લા મેદાન જેવી જગ્યાએ છે. ત્યાં ભારે ભીડ હતી.અમારા જેવાં ૫૦૦ જેટલા પ્રવાસીઓ આ હોટ એર બલૂનમાં બેસીને એની મજા માણવા આવ્યા હતાં. આ સિવાય આયોજકો, ફોટોગ્રાફી કરનારાઓ,કાર બસ ડ્રાઈવર્સ, હોટ એર બલૂન ચલાવનારાઓ, એમનો સહાયક સ્ટાફ વગેરે લોકોની ભારે ભીડ અને કોલાહલ હતાં.

* અમારી બસના કંડકટર કમ ગાઈડે અમને બલૂન ચાલુ થવાના અવાજમાં બલૂનમાં ચઢવા અને ઉતારવા તથા લેન્ડિંગ વખતે શું ધ્યાનમાં રાખવું તેની સૂચનાઓ આપી હતી.

* બાદમાં અમને એક બલૂન સુધી દોરી જઈને એમાં બેસાડી દેવામાં આવ્યા હતાં.

* એક બલૂનમાં ચાર ભાગમાં ૨૦ વ્યક્તિઓને લઈ જવામાં આવે છે. વચ્ચેના ભાગમાં પાયલોટ અને સાધનો ગેસ બોટલ ફાયર extinguisher વગેરે હોય છે.

પાયલોટ નીચેની કંટ્રોલ રૂમના ઓર્ડર પ્રમાણે બલૂનની ઊંચાઈ દિશા ઝડપ નક્કી કરી ગેસ છોડી બલૂનને ઉપર નીચે આગળ લઈ જાય છે.

* લગભગ ૩૫ ૪૦ મિનિટની ઉડાન બાદ કોઈ એક જગ્યાએ ખેતરમાં કે રણમાં બલૂનનું લેન્ડિંગ કરાવવામાં આવે છે. લેન્ડિંગ વખતે ઢીંચણમાંથી નીચા નમવાનું હોય છે.

* બલૂનને ગામ ખેતર અને રણ ઉપર ઉડાડવામાં આવે છે. નાઈલ નદી સાઈડ લઈ જવામાં આવતું નથી.

* હોટ એર બલૂન કાર્યક્રમ પતાવીને અમને પાછા ક્રૂઝ પર ચા નાસ્તા માટે લાવવામાં આવ્યા હતાં.

* નાસ્તો પતાવીને 8.45 ડે વન વેસ્ટ બેન્ક પિકનિક માટે લક્ઝરી બસમાં નીકળ્યા ૩ મહત્વના સ્થળોની મુલાકાત માટે 

૧. Valley of the Kings Tombs માં ત્રણ ટોમ્બની મુલાકાત, 

૨.Hatshepsut હતશેપ્સુત મંદિરની મુલાકાત 

૩ Colossi ઓફ Memnon ની મુલાકાત

૪.ગામમાં લોકલ હેન્ડી ક્રાફટ અને કલાકારોના વારસોની મુલાકાત મુલાકાત કરી ૧૩.૨૦ પરત આવવા નીકળ્યાં હતાં


દિવસ (૪ ) તારીખ - ૧૮.૧૦.૨૫ શનિવાર

*અમારી ક્રૂઝ ના રોજ બપોરે ચાલી હતી.

* EDFU નામના ગામમાં Edfu મંદિરની મુલાકાત ઘોડાગાડીમાં Temple of Horus ની મુલાકાત

*ક્રૂઝ Aswan જવા ઉપડી


દિવસ (૫) તારીખ - ૧૯.૧૦.૨૫ રવિવાર

* Abu Simble મંદિરની મુલાકાત લકઝરી બસમાં મુસાફરી ૩.૩૦ કલાક

સહારા ડેઝર્ટ


દિવસ (૬) તારીખ - ૨૦.૧૦.૨૫ સોમવાર

* Philae ફિલે આઈલેન્ડ પર ટેમ્પલ ઓફ Philae ની મુલાકાત 

* High Dam ની મુલાકાત 

* ટાવરની મુલાકાત Symbol of Friendship ટાવર 

* Nubian વિલેજની મુલાકાત અમે કરી નહોતી

* ક્રૂઝની Luxor તરફ પરત મુસાફરી 


દિવસ (૭) તારીખ - ૨૧.૧૦.૨૫ મંગળવાર 

* વચ્ચે આવતા સ્ટેશન Ptolemic Temple of Kombo ની મુલાકાત અમે કરી નહોતી હું એકલો બહારથી ફરવા ગયો હતો 

* Luxor તરફ પ્રયાણ



દિવસ (૮) તારીખ - ૨૨.૧૦.૨૫ બુધવાર

* Luxor માં પરત leisure on the board 

* Karnak મંદિરની મુલાકાત અને Luxor લક્ષોર મંદિરની મુલાકાત અમારી રીતે ઉબેર કરથી


દિવસ (૯) તારીખ - ૨૩.૧૦.૨૫ ગુરૂવાર 

*Go bus દ્વારા Cairo જવા રવાના ૧૧. વાગે બસ ઉપડી ૯.૪૦ વાગે પહોંચ્યા 

* કૈરો Airbnb Golden Gate ૯૩૯ માં રોકાણ


દિવસ (૧૦) તારીખ - ૨૪.૧૦.૨૫ શુક્રવાર 

* સવારે ગિઝા જોવા ગયા પણ સ્થાનિક રાજા હોવાથી સ્થળ બદલી 

* Grand Egyptian museum ની મુલાકાત 

* ત્રણ ચર્ચની મુલાકાત st Michal virgin mary and Hanging Church 

* ત્યાં એક મ્યુઝિયમ હતું પણ અમે જોવા ગયા નહોતા 


દિવસ (૧૧) તારીખ - ૨૫.૧૦.૨૫ શનિવાર

* Salaldin Sitadel મસ્જિદ, fort and museum ની મુલાકાત 

* નેશનલ museum ઓફ Egyptian Civilization 


દિવસ (૧૨) તારીખ - ૨૬.૧૦.૨૫ રવિવાર 

* Sakara pyramid ની મુલાકાતે 

* Khanalkhali માર્કેટ 


દિવસ (૧૩) તારીખ - ૨૭.૧૦.૨૫ સોમવાર 

* Giza pyramid 

* Historical church Cave church 


દિવસ (૧૪) તારીખ - ૨૮.૧૦.૨૫ મંગળવાર 

Cairo થી બેંગલોર આવવા ૧૨ વાગે ચેક આઉટ કરીને એરપોર્ટ જવા રવાના


દિવસ (૧૫) તારીખ - ૨૯.૧૦.૨૫ બુધવાર 


સવારે ૬.૩૦ લેનાર એડીફિસ




Esna Lock dam આગળ ક્રૂઝ ઉપર નીચે

એક મીટરના ૪૦૦૦ ભાવ



Comments

Popular posts from this blog

મધ્ય પ્રદેશ 28.5.22 થી 4.6.22