દાદા છે ધામમાં, મામાના ગામમાં...


તારીખ 9.2.25 ના રોજ મને ફરી એક વખત આશરે 3 વર્ષ પછી *દાદાનું ગામ, મામાનું ધામ* એવાં અરેરા ગમે જવાનો સંયોગ સાંપડ્યો.

કેવી રીતે સંયોગ સાંપડ્યો ?...

મારી મા ( જન્મ તારીખ 1.12.1944 ) આજે 80 વર્ષની ઉંમરે પણ એના પિયર એટલે કે મારા મોસાળ જવાની દિલથી ખેવના રાખે છે. આશરે એક અઠવાડિયા પહેલાં મારી માએ ફોન પર મને જણાવ્યું હતું કે એ થોડાં દિવસો અરેરા જવાનું વિચારે છે. મેં કહ્યું હતું કે સારું જઈ આવ. મને એમ કે તે અરેરા જ છે. હવે હું પરત લઈ આવું. એમ વિચારી ત્યાં જવાનો પ્લાન ઘડ્યો. હાલમાં મારા પરિવારજનો બેંગલોર હોવાથી અને ઘરે હું એકલો હોવાથી મેં વિચાર્યું કે માને અરેરાથી લઈ આવું અને થોડા દિવસ મારા ઘરે રાખું. કાર લઈને જઈશ. મામાની મુલાકાત પણ કરતો આવીશ. નોકરી સુખરૂપ પૂર્ણ થઈ ગઈ એની જાણ મામાને કરીને એમનાં આભારવશ આશીર્વાદ પણ લઈ લેવાશે.

આગલા દિવસે માને તૈયાર રહેવા કહેવા ફોન કરતો રહ્યો, પણ દસ બાર ફોનમાંથી એક પણ ફોન લાગ્યો નહીં,લીધો નહી, વાત થઈ નહીં.પણ નક્કી કરી લીધું હતું કે જઈશ એટલે જઈશ.

વિચાર્યું કે એકલો જ જાઉં છું તો સાથે વડતાલ રહેતી બેનને પણ લેતો જાઉં.કારણ આજકાલ એ પણ ઘરે એકલી હોવાથી એને પણ આવવું ગમશે અને એનો પણ સમય જશે.

મીનલને ફોન જોડ્યો તો એણે સોમવાર 10 તારીખને બદલે 9 તારીખ રવિવારે જવાની ઈચ્છા વ્યક્ત કરી.એનો હેતુ એવો કે ઇન્ટર્નશીપ પરથી રવિવારની રજામાં ઘરે આવેલી ભાણી બ્લેસી ઉર્ફ બાધાને પણ અરેરા આવવાનું અને જોવાનું મળે. બાધા ક્યારેય અરેરા ગઈ નહોતી.

9 તારીખ રવિવારે નક્કી કર્યા મુજબ હું વડતાલ જવા નીકળ્યો હતો.વડતાલ પહોંચવામાં હોઈશ અને માનો મિસ કોલ હતો.વડતાલ પહોંચીને એને રીંગ મારી તો ખબર પડી કે એ અરેરા ગઈ જ નથી, પણ પેટલાદ છે. થોડા ગુસ્સા, આશ્ચર્ય અને કૌતુક સાથે એને આખી યોજના જણાવી અને કહ્યું કે એ અહીં વડતાલ આવી જતી હોય તો આજે જ સાથે અરેરા જઈ શકાય. એ માની ગઈ અને વડતાલ આવવા સંમત થઈ ગઈ.પેટલાદ થી વડતાલ આવી ત્યાં સુધી હું વડતાલ ચર્ચની મુલાકાત કરી આવ્યો.

મા આવી પછી બિરયાની ખાઈને અમે ચાર અરેરા જવા નીકળ્યાં.

કમળા ચોકડીએ મામાને ફોન કરીને જણાવ્યું કે અમે આપને મળવા આવીએ છીએ. એમણે કહ્યું આવો હું તલાવડીએ તમારી રાહ જોઈને ઉભો છું.

અમે ગામમાં ઘરે જવાને બદલે સીધા ખેતરમાં ગયા.તલાવડી થી આગળ રસ્તો સારો ના હોવાથી કાર ત્યાં જ પાર્ક કરીને 700 મીટર જેવું ચાલીને મામાના ખેતરે પહોંચ્યા.

ત્યાં જઈને જે પ્રવૃત્તિઓ કરી એની થોડીક ઝલક જુઓ નીચેના ફોટોગ્રાફ્સમાં....

"દાદાના ગામ, મામાના ધામમાં" અમારા બાળપણની સ્મૃતિઓ ધરબાયેલી પડી છે. ત્યાં જઈએ એટલે એક અજબ પ્રકારની આનંદ અને ભૂતકાળની ભવ્ય સ્મૃતિઓ દિલમાં જન્મે છે. જીવન રીવાઇન્ડ થઈને પાછાં બાળપણના નિર્દોષ, ભવ્ય, આનંદમય જીવનનો અહેસાસ થાય છે.

ત્યાં વિતાવેલા સમય અને દાદા તથા મામાએ કરાવેલી મોજ મસ્તીની વાતો ફરી ક્યારેક...

અને હા... માને લેવા જવાને બદલે એને ત્યાં મુકીને આવ્યાં...


બેન મીનલ ઉર્ફ મંજુની લાગણીઓ...

મારું મોસાળ અરેરા ગામ

અરેરા ગામથી ઘણું દૂર મારા મામાજીનું ખેતર🌾🪴🌳🌵🌿 ઘણા વર્ષો બાદ ખેતરની મુલાકાત કરી. આજ ખેતરમાં મે મારા મોટાભાગનું બાળપણ પસાર કરેલું છે. મારી દીકરીને આ ખેતર જોવાની ઈચ્છા હતી. જેથી મારા મોટા ભાઈ, મારી મા... અને મારી દીકરી Blessy અમે મામાજી ના ખેતરમાં ફરવા ગયા. વહી ગયેલા વર્ષોમાં મારા મોટાભાઈ પણ આ જ ખેતરમાં રમી મોટા થયા છે. 

જેથી ઘણી બધી જૂની જૂની વાતો યાદ કરી. આજે પણ મારા મામાજી ખેતરમાં રહે છે અને ગાય અને બકરીઓ રાખે છે. તેમણે બકરીના દૂધની ચા પણ અમને બનાવી પીવડાવી. ઘણા વર્ષો બાદ ચા પીવાનો આનંદ મળ્યો.👌 એ ધરતી પર પગ મુકવાથી જે અનુભવ થયો.. જે જોયું ..એનો આનંદ અનેરો હતો. મારી દીકરી પણ મામા અને મામાના પણ મામા અને પહેલીવાર આ ખેતર જોઈ તે પણ ઘણી બધી ખુશ ખુશાલ થઈ ગઈ હતી. 10 વીઘા જેટલું ખૂબ મોટું ખેતર મામાજી નું છે. ખેતરની થોડીક જ નજીક નદી પણ છે. ખૂબ જ સુંદર વાતાવરણ ત્યાંનું.

અરેરા ગામના ફળિયામાં અમારા મામાજી નું ઘણું મોટું ઘર પણ છે. મોટો પરિવાર છે.

મારા મોટાભાઇ નો પણ આભાર તેઓ અમોને મામાજી ના ખેતરમાં ફરવા લઈ ગયા.

 Thank you jesus 🙏


ભાણી બાધા ઉર્ફ બ્લેસીની લાગણીઓ...

રવિવાર સવારમાં હું અને મારી મમ્મી ચર્ચમાં જવા માટે તૈયાર થતા હતા. એવામાં જ મારા જયંતીમામા નો ફોન આવ્યો. મમ્મીએ વાત કરી મેં કંઈ સાંભળી નહોતી. મેં મમ્મીને પૂછ્યું કે શું થયું કે વહેલી સવારમાં જયંતીમામા એ ફોન કર્યો. તો તેણે મને કહ્યું કે તારા મામા આપણા ઘરે આવવાના છે અને હું મારા મામાના ઘરે જવાની છું. મેં વધારે પ્રશ્નો પૂછ્યા પરંતુ ઉતાવળના કારણે મારી મમ્મી એ મને કંઈ જવાબ ન આપ્યો અને અમે ચર્ચમાં ગયા. મને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે આયોજન શું છે. ચર્ચમાં ઘરે આવ્યા પછી મારી મમ્મી એ જણાવ્યું કે ફટાફટ તૈયાર થઈ જા આપણે અરેરા જવાનું છે.

થોડા સમય પછી મારી સવિતામાં પણ અમારા ઘરે આવી. પછી બપોરે જયંતી મામાની ગાડીમાં અમે ચારે જણા અરેરા ગામ એટલે કે મારું (ખર મોસાળ) જે મેં પ્રથમવાર જોયું અને ત્યાં મને જવાનો મોકો મળ્યો. અરેરા ગામ થી ખાસુ દૂર ખેતર હતું ત્યાં અમે ગયા. ત્યાં જઈને મને ઘણું સારું વાતાવરણ લાગ્યું.

મારા દાદાજી એટલે કે મારા મમ્મીના મામા ના ખેતરમાં તેમની પાસે ગાય,બકરી, ભેંશ, નાના નાના વાછરડા ,બકરીના નાના બચ્ચાઓ ઘણા હતા.

અમે ગયા એ સમયે પણ એક ગાય એના વાછરડાને જન્મ પણ આપી રહી હતી.

ખેતરમાં તમામ શાકભાજી એટલે કે પાલકની ભાજી, સવાની ભાજી,મેથીની ભાજી, મકાઈ, મૂળા,ગાજર, ઘણું બધું ઉગાડ્યું હતું. મારી મમ્મીએ તો થોડું થોડું ઘર માટે લઈ પણ લીધું.

મમ્મી અને મારા મામા બાળપણની બધી વાતો યાદ કરી અને ખૂબ હસતા હતા અને હું પણ સાંભળી અને વિસ્મય પામી હસતી હતી. એમની વાતોમાં એમણે બાળપણમાં કરેલી મજૂરી અને વેઠેલા કષ્ટો અને મહેનતની વાતો મુખ્ય હતી. મારા મામા મને કહેતા હતા કે હું નાનો હતો ત્યારે અહીંયા ખૂબ છાશ માખણ ખાતો હતો. એટલે મારી મમ્મી મને કાનમાં આવી એને કહેવા લાગી કે એટલે જ તેઓ અત્યારે તંદુરસ્ત છે. ખેતરની ચારે બાજુ પુષ્કળ બોરના ઝાડ પણ હતા.

1988 ની સાલમાં મારી મમ્મી આ ખેતરમાં આવી હતી ત્યારથી આજે 2025 માં વર્ષમાં અહીં મુલાકાત લીધી. આશરે ૩૭ વર્ષ. એટલે એની ખુશીનો તો કોઈ પાર જ ન હતો. અને હું પણ મારી મા.. મારી મમ્મી, મારા મામા અને મારા મમ્મીના મામા અને મારું ખડ મોસાળ નું ખેતર . મા શબ્દ મારી ચારેય બાજુ વીંટળાયેલો હતો.

આજનો દિવસ મારા માટે નસીબવંતો, આનંદ આપનારો અને વિસ્મય પમાડનારો હતો. આ માટે હું મારી મમ્મી અને મામાની આભારી છું.


             મા અને મામાના મામા અને મા સાથે સેલ્ફી







મામાનું ખેતર






માનું જીવન જ્યાં વીત્યું એનો હરખ


નસીબે મારા પગલાં અહીં

માના હાથમાં ભાજી



એક સમયના ખેડૂત, આજે ઇન્સ્પેક્ટર 




અનુભવ તાજી કરતી અનુભૂતિ



મામાનો બળદ




નજીક જવાની મનાઈ છે 


                               વિશાળ ખેતર






             ખેતરમાં બોર અને એનાં પાણીની ટાંકી

                                        હળ 

                                મામાની ઓરડી 
 

        માની મમતા અને મમતની મુલાકાત કરાવવાનું સદભાગ્ય
 




મા સાથે મંજુ ઉર્ફ મીનલ








યાદ તેરી આયેગી... સંસ્મરણો 




ફોટોજનિક પ્લેસ


                                    રાંપડી 

                          મસ્ત મીઠાં બોર😋

                      કાંટા તો ખાવા જ પડે 😲

શબરીના બોર કરતાં મીઠાં 








પ્યૉર ઓર્ગેનિક 


                   સોફાનું સુખ ભૂલાવતો ખાટલો

ચણોઠી ચુંટવાનો લ્હાવો 


વાડે વાડે લોહીના ટીપાં 👌





                   પશુધન થકી માયા અને સેવા





                        શેઢે શેઢે ચારેકોર પગદંડી 
 
                         ભાઈ વિપુલની ઓરડી


             મારે અંતરિયાળ થયો,દાદાનો અહેસાસ 



                             બોર ખાતાં ખાતાં 


                કેટલું સરસ અને વહાલું છે !👋😍❤️



હું પણ રમાડી લઉ...🤗




       દાદાજી આપણે લાખ લાખ વંદન...🙏🙏🙏🙏🙏
           મામાજી આપને શત શત નમન...🙏🙏🙏

Comments

Popular posts from this blog

મધ્ય પ્રદેશ 28.5.22 થી 4.6.22

ઈજીપ્ત પ્રવાસ ઓક્ટોબર ૨૦૨૫