કાશ્મીર ટ્રીપ એપ્રિલ ૨૦૨૬

દર વખતની જેમ અગાઉથી એટલે કે જાન્યુઆરી મહિનામાં જ આ વર્ષે ઉનાળા વેકેશન માટે પ્રવાસનું સ્થળ કાશ્મીર નક્કી કરવામાં આવ્યું. અમારું આખું ફેમિલી બેંગલોરમાં હોવાથી પ્રવાસ ત્યાંથી જ શરૂ કરવો અને પ્રવાસ પૂર્ણ કરી સીધા આણંદ જવું એમ નક્કી કરવામાં આવ્યું.

દીકરા નિસર્ગ અને દીકરી એન્સીની સાથે ચર્ચા બાદ એ લોકોએ આ પ્રવાસમાં જોડાવાની અસંમતિ દર્શાવી એટલે હું, જીવનસાથી સુનિતા અને સાક્ષીના પ્રવાસ આયોજનના ચક્રો ગતિમાન થયા. હું પણ વધારે ઠંડી વેઠી ના શકતો હોવાથી મારી પણ મંજૂરી લેવામાં આવી હતી. મનમાં અવઢવ હતી છતાં જોયું જાશે અને પડશે એવા દેવાશે માની મેં પણ મંજૂરી આપી દીધી.

વિમાન બુકિંગના આ સમયમાં હું હાથ બેટોરતો ના હોવાથી, સુનિતા અને સાક્ષીએ તારીખથી માંડીને સ્થળો, હોટલો, દિવસની ટ્રીપો, જોવાલાયક સ્થળોની યાદી, એની ટિકીટો વગેરે તમામનું એક પછી એક એમ કલાકોના કલાકો બેસીને બેસીને લગભગ એક મહિનામાં એટલે કે માર્ચના અંત સુધીમાં સમગ્ર આયોજન કરી લીધું.

આની સાથે ઠંડા અને બરફવાળા પ્રદેશમાં જવાનું હોવાથી, સ્વેટર, જેકેટ, હાથમોજાં, શૂઝ તથા અન્ય હવામાનને અનુરૂપ પોશાકની ખરીદી પણ સાથોસાથ ચાલતી રહી.મનનું આયોજન વર્ડ ફાઈલમાં અંકિત થઈને પસિદ્ધ થઈ ગયું. અગાઉનું ઈજિપ્તના વોટ્સએપ ગ્રૂપનું નામ કાશ્મીર થઈ ગયું. કાશ્મીર પ્રવાસની તમામ અપડેટ્સ આ ગ્રુપમાં જોવા મળતી.

કાશ્મીર કે જે ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે તેને જોવાનો રોમાંચ અને આનંદ અઢળક હતાં. દીકરો નિસર્ગ દિકરી એંસી અને વહાલી લૈઝલ સાથે આવી ન શકવાના હોય થોડો ખેદ પણ રહેતો.

આખરે એ તારીખ આવી ગઈ. અમારો પ્રવાસ તારીખ ૧૮.૪.૨૦૨૬ થી શરૂ થઈ તારીખ ૨૯.૪.૨૦૨૬ ના રોજ પૂરો થતો હતો.

બેંગલોર થી આરંભ તારીખ ૧૮.૪.૨૬

* સવારે ૨.૩૦ વાગે ઊઠીને પરવારીને ૪ વાગે ઉબર કેબ દ્વારા બેંગલોર એરપોર્ટ પહોંચ્યા.

* એન્ટ્રી, લગેજ સબમિશન ચેક ઈન વિધિ પતાવીને ગેટ નંબર ૨૨ થી બોર્ડિંગ માટે વિમાનમાં પ્રવેશ્યાં.

* ૭.૦૫ ની ફ્લાઈટ ટુ શ્રીનગરમાં પ્રવેશ્યાં અને અમારી આગળથી સીટ નંબર ૬/ABC છઠ્ઠી લાઈનમાં સીટમાં ગોઠવાયાં.

* ૩.૧૦ કલાકની મુસાફરી ૧૦.૨૪ બાદ વાગે શ્રીનગર પહોંચ્યા.

* અગાઉથી નક્કી કરેલી ઉબર કેબ દ્વારા ગુલમર્ગ નજીકના ગામ DRUROO માં અગાઉથી બુક કરેલી હોટલ Orchard માં અગાઉથી બુક કરેલી કારમાં ૧૧.૪૫ વાગે ગુલબર્ગ પહોંચ્યા. અહીંનું વાતાવરણ ઠંડુ હતું અને અમારે અમારા જેકેટ પહેરીને રહેવું પડતું હતું. અમને બીજા માળે રૂમ નંબર ૧૦૩ ફાળવવામાં આવ્યો હતો.

* હાથ પગ ધોઈને ફ્રેશ થઈને હોટલના મેનેજર લાગતા ટોફિક સાથે અહીંની નજીકની રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર મૂકીને લંચ મંગાવ્યું

* જમીને આરામ કર્યો.

* ૪ વાગે Druroo નામના ગામના રોડ પર લટાર મારી, આસપાસના માણસો, વિસ્તાર, જોખમો, સુવિધાઓ અને રમણીયતાની નોંધ લીધી. અહીંની લોકલ ચા પણ ચાખી લીધી.

* અમારા પ્રિપેઇડ સીમ કાર્ડ અહીં ચાલતા ના હોવાથી નવા સિમ કાર્ડ માટે તપાસ કરી, પણ લોકલ લોકોની ઓળખાણ માગે છે એવું ખબર પડતાં હોટલ Orchard ના માલિક આરીફને વાત કરી અને અમને સહાયરૂપ થવા વિનંતી કરી.

* સાંજે હોટલના માલિક આરીફ પાસે બેસીને આખી ટ્રિપનું પ્લાનિંગ અને ચર્ચા કરી.

* આરીફ એક ઉછરતો જુવાન છે અને એણે સ્ટાર્ટ અપ કહી શકાય એ રીતના એના નવા બનાવેલા ઘરને હોટલમાં તબદીલ કરી છે. સ્વભાવે શાંત, helpful અને નમ્રતાથી હસીને વાત કરતા અને અમને બધું સમજાવતા આ યુવાન હોટલ માલિક પર અમને ભરોસો બેસી જતાં અમારા આખા પ્રવાસનું આયોજન જણાવી એની સહાયતા અને અનુભવના લાભ મેળવવાના આશયથી એની સાથે નજીકતા વધારી.

* હોટલ ઓર્ચર્ડમાં આ લોકો ચા નાસ્તો જમવાનું બધી સગવડ આપતા હોવાથી એમને જ ડીનર માટે રૂમ પર જ ઓર્ડર આપ્યો.

* ત્યાંના સ્વીપર કમ peon કમ કૂક કમ મેનેજર એવાં ટોફિકે બનાવેલાં રાઈસ, ઈંડાનું શાક અને રોટલી ખાઈને સુવા ગયા. જમવાનું ગમે એવું અને ટેસ્ટી હતું.

* એમના જમાડવાની સ્ટાઈલ અમને ગમી ગઈ. નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં હોટલમાં પ્રવેશીએ એટલે પહેલા ઓફિસ આવે, એની બાજુમાં રસોડું અને એની બાજુમાં ડાબી બાજુએ ડાઈનિંગ રૂમ હતો એમાં અમારે જમવા જવાનું. રૂમમાં પ્રવેશો એટલે આશ્ચર્યચકિત થઈ જવાય ! અંદર નીચે બેસવા માટે મસ્ત આસન પાથર્યા હોય, આગળ આર્ટિફિશિયલ કેન્ડલ સળગતી હોય, ડિશો ગોઠવેલી હોય અને ત્યાંની સ્ટાઈલમાં હાથ ધોવા માટેના બે પરંપરાગત પાત્રો મૂકેલા હોય. મેનેજર ટોફિક કે માલિક આરીફ પોતે આવીને આપણા હાથ ગરમ પાણીથી ધોવડાવે. ઓર્ડર મુજબનું ખાવાનું બાઉલમાં મૂકી જાય. પીરસી આપે, સાથે વાતો પણ કરતા જાય. ઘરમાં મહેમાનને જમાડતા હોય એવો અનુભવ કરાવે. ખાવાનું પાછું ટેસ્ટી અને અનલિમિટેડ હોય. વાહ... મજ્જા પડી ગઈ હતી.

૧૯.૪.૨૦૨૬ રવિવાર

* સવારે ૮.૨૫ વાગે આરીફે કરી આપેલી કારમાં ગંડોલા જવા નીકળ્યા હતાં. ડ્રાઈવર રાહિલ અમારી સાથે આવવાનો હતો.

૨૦.૪.૨૬

૨૧.૪.૨૬

સાંજે ૧૭.૩૦ વાગે પહેલગામ પહોંચ્યા

૨૪.૪.૨૬ સાંજે ૧૧.૩૦ શ્રીનગર શિકારા બોટ, હાઉસ બોટમાં

૨૫.૪.૨૬ સોનમર્ગ

૨૬.૪.૨૬ દૂધપધરી

Comments

Popular posts from this blog

મધ્ય પ્રદેશ 28.5.22 થી 4.6.22

ઈજીપ્ત પ્રવાસ ઓક્ટોબર ૨૦૨૫