Posts

Showing posts from February, 2025

દાદા છે ધામમાં, મામાના ગામમાં...

Image
તારીખ 9.2.25 ના રોજ મને ફરી એક વખત આશરે 3 વર્ષ પછી *દાદાનું ગામ, મામાનું ધામ* એવાં અરેરા ગમે જવાનો સંયોગ સાંપડ્યો. કેવી રીતે સંયોગ સાંપડ્યો ?... મારી મા ( જન્મ તારીખ 1.12.1944 ) આજે 80 વર્ષની ઉંમરે પણ એના પિયર એટલે કે મારા મોસાળ જવાની દિલથી ખેવના રાખે છે. આશરે એક અઠવાડિયા પહેલાં મારી માએ ફોન પર મને જણાવ્યું હતું કે એ થોડાં દિવસો અરેરા જવાનું વિચારે છે. મેં કહ્યું હતું કે સારું જઈ આવ. મને એમ કે તે અરેરા જ છે. હવે હું પરત લઈ આવું. એમ વિચારી ત્યાં જવાનો પ્લાન ઘડ્યો. હાલમાં મારા પરિવારજનો બેંગલોર હોવાથી અને ઘરે હું એકલો હોવાથી મેં વિચાર્યું કે માને અરેરાથી લઈ આવું અને થોડા દિવસ મારા ઘરે રાખું. કાર લઈને જઈશ. મામાની મુલાકાત પણ કરતો આવીશ. નોકરી સુખરૂપ પૂર્ણ થઈ ગઈ એની જાણ મામાને કરીને એમનાં આભારવશ આશીર્વાદ પણ લઈ લેવાશે. આગલા દિવસે માને તૈયાર રહેવા કહેવા ફોન કરતો રહ્યો, પણ દસ બાર ફોનમાંથી એક પણ ફોન લાગ્યો નહીં,લીધો નહી, વાત થઈ નહીં.પણ નક્કી કરી લીધું હતું કે જઈશ એટલે જઈશ. વિચાર્યું કે એકલો જ જાઉં છું તો સાથે વડતાલ રહેતી બેનને પણ લેતો જાઉં.કારણ આજકાલ એ પણ ઘરે એકલી હોવાથી એને પણ આવવું ગમશે અને એન...