Posts

Showing posts from November, 2020

Dharmshala-धर्मशाला-ધર્મશાલા November 21 to 29, 2020

Image
     અમારી વર્ષ 2020 ની ટૂર ધર્મશાલા હિમાચલપ્રદેશ      કોરોના કાળની મહામારી ફેલાઈ એ પહેલાં જ અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરી લીધું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્પાઈસ જેટ એરવેઝ દ્વારા ફ્લાઈટનો સેલ ચાલુ થયો હતો.એ અંતર્ગત ક્યાં જવું અને ક્યાં નહીં એનો અભ્યાસ કરતાં કરતાં ફાઈનલી અમે 3 ટિકિટ અમદાવાદથી દિલ્હીની બુક કરાવી લીધી હતી.1 ટિકિટ સાક્ષીની પૂનાથી દિલ્હીની બુક કરાવી લીધી હતી. જવાની તારીખ 21.11.20 અને પરત ફરવાની તારીખ 29.11.20 રાખી હતી, કારણ આ વીક દિવાળી વેકેશનનું છેલ્લું વીક હતું.       બાદમાં અમે રીસોર્ટ ખાતે રૂમ, એપાર્ટમેન્ટ કે સ્ટુડિયો મળશે કે કેમ એની તપાસ ચાલુ કરી હતી.મનમાં પ્લેસ "ધર્મશાલા " રમતું હતું. કારણ અમારી કર્મા રોયલ ક્લબનો રીસોર્ટ ત્યાં છે.      આખરે અમને મે મહિનામાં રૂમની અવેબિલિટી મળતાં, ધર્મશાલા ખાતે કર્મા એક્ઝોટીકા રીસોર્ટમાં વન બેડરૂમ એપાર્ટમેન્ટ બુક કરાવ્યો હતો.      આમ અમારી દિવાળી ટૂર નક્કી થઈ જતાં અમે ખુશ હતાં. પરંતુ માર્ચ મહિનામાં અચાનક કોરોના પ્રસરત...