Posts

Showing posts from October, 2019

ઈન્ફોસીસમાં મૂકવાં...

      દર વેકેશનની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરી શક્યા. આમ તો જૂન મહિનામાં જ મનાલી જવાનું આયોજન કરીને એડવાન્સ બુકીંગ કરી લીધું હતું. પરંતુ સાક્ષીની ઈન્ફોસીસમાં થયેલા પ્લેસમેન્ટ દ્મુમાટે નોકરીમાં જોડાવાની તારીખ નવેમ્બરમાં આવતાં મનાલીનું બુકીંગ કેન્સલ કરવું પડ્યું હતું. બાદમાં ફરી એકવાર સાક્ષીની જોડાવાની તારીખ ઓક્ટોબર થતાં અમે વેઈટ એન્ડ વોચ કરતાં હતાં. આખરે સાક્ષીની તારીખ 29 સપ્ટેમ્બર ફાઈનલ થતાં, એ અઠવાડિયામાં ફરવાનું આયોજન કરવા લાગ્યા હતાં. પરંતુ આ અઠવાડિયામાં શાળા ચાલુ હોવાથી ફરવાનું આયોજન બંધ રાખીને, ફક્ત સાક્ષીને મૂકવા જવાનું ત્રણ દિવસનું આયોજન કર્યુ હતું. આમ તા. 28મીએ કાર લઈને, કારને મેઘાણીનગર લલિતાકાકીના ઘરે મૂકીને, રીક્ષા દ્રારા એરપોર્ટથી, એક પ્લેન ચૂકી જતાં, બીજાં પ્લેનની તાત્કાલિક એરપોર્ટ પરથી જ ટીકીટ બુક કરાવીને પ્લેન દ્રારા બેંગ્લોર, અહીંથી  મૈસુર  OLA ની કાર દ્રારા 29 મી સવારે પહોંચીને, સાક્ષીને ઈન્ફોસીસમાં છોડીને, બપોરના 12.30 નજીકની હોટલ ઑલીવ ગ્રાન્ડમાં રોકાઈને 30મીએ ફરીથી KSRTC ની ફ્લાય બસ દ્રારા બેંગ્લોર અને ત્...