Dharmshala-धर्मशाला-ધર્મશાલા November 21 to 29, 2020
અમારી વર્ષ 2020 ની ટૂર ધર્મશાલા હિમાચલપ્રદેશ
કોરોના કાળની મહામારી ફેલાઈ એ પહેલાં જ અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરી લીધું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્પાઈસ જેટ એરવેઝ દ્વારા ફ્લાઈટનો સેલ ચાલુ થયો હતો.એ અંતર્ગત ક્યાં જવું અને ક્યાં નહીં એનો અભ્યાસ કરતાં કરતાં ફાઈનલી અમે 3 ટિકિટ અમદાવાદથી દિલ્હીની બુક કરાવી લીધી હતી.1 ટિકિટ સાક્ષીની પૂનાથી દિલ્હીની બુક કરાવી લીધી હતી. જવાની તારીખ 21.11.20 અને પરત ફરવાની તારીખ 29.11.20 રાખી હતી, કારણ આ વીક દિવાળી વેકેશનનું છેલ્લું વીક હતું.
બાદમાં અમે રીસોર્ટ ખાતે રૂમ, એપાર્ટમેન્ટ કે સ્ટુડિયો મળશે કે કેમ એની તપાસ ચાલુ કરી હતી.મનમાં પ્લેસ "ધર્મશાલા " રમતું હતું. કારણ અમારી કર્મા રોયલ ક્લબનો રીસોર્ટ ત્યાં છે.
આખરે અમને મે મહિનામાં રૂમની અવેબિલિટી મળતાં, ધર્મશાલા ખાતે કર્મા એક્ઝોટીકા રીસોર્ટમાં વન બેડરૂમ એપાર્ટમેન્ટ બુક કરાવ્યો હતો.
આમ અમારી દિવાળી ટૂર નક્કી થઈ જતાં અમે ખુશ હતાં. પરંતુ માર્ચ મહિનામાં અચાનક કોરોના પ્રસરતાં અને વિશ્વમાં ઝડપથી ફેલાતાં અને લાંબા સમય સુધી મહામારી ચાલુ રહેતાં, અમારી આ ટૂર વિષે અવારનવાર ચિંતા થયાં કરતી હતી. અમને અમારી બુક કરાવેલી ટિકિટ અને એનાં નાણાં વિષે પણ ચિંતા રહેતી હતી.આ ટૂર થશે કે કેમ એ શંકા પણ રહેતી હતી.બીજી બાજુ થોભો અને રાહ જુઓની નિતી અપનાવીને અમે આ ટૂર યથાવત રાખી હતી.
ભારતમાં લગભગ સાડા ત્રણ મહિના ડોમેસ્ટિક ફ્લાઈટસ્ બંધ રહી હતી.પરંતુ જૂન માસમાં ફરીથી ડોમેસ્ટિક ફ્લાઈટસ્ ચાલું થતાં આ ટૂર કરી શકાશે એવી આશાઓ બંધાતા નિસર્ગ અને સાક્ષીની રજાઓનું આયોજન કરી રજાઓ એડવાન્સમાં મંજૂર જૂર કરાવી લીધી હતી. લોક ડાઉનને લીધે સરકારે ઑક્ટોબર માસમાં દિવાળી વેકેશન એક અઠવાડિયું ટૂંકાવી નાખવાની જાહેરાત કરતાં અને દિવાળી પછી શાળાઓ ચાલું થઈ જ જશે એવી હવા પ્રસરતાં ફરી એકવાર આ ટૂર વિષે દ્વિધામાં હતાં.
દિવસો નજીક આવી રહ્યા હતાં અને અચાનક એરલાઈન્સ તરફથી અમારી ફ્લાઈટસ્ રી-શિડ્યુલ્ડ થવાનાં મેસેજ અમને મળતાં હતાં. અમે અમારી ફ્લાઈટસ્ ના સમયને રી-શિડ્યુલ્ડ કરવાં મજબૂર હતાં. લગભગ બે વાર ફ્લાઈટસ્ રી-શિડ્યુલ્ડ કરાવી.એટલું જ નહીં પણ દિલ્હીથી ધર્મશાલા બાય કાર કે લકઝરી બસમાં જવાનો પ્લાન બંધ રાખી, ડાયરેક્ટ અમદાવાદથી ધર્મશાલાની કરી દીધી. સાક્ષીની પૂનાથી દિલ્હીની બુક કરાવેલી ટિકિટને પણ અમદાવાદથી સીધી ધર્મશાલાની કરી દીધી.આ બધું કરતાં અમને નાણાંકીય બોજ વધતો ગયો. પણ અમે જવાં મક્કમ હતાં.
મેં અને સુનિતાએ રજાઓ મંજૂર કરાવી લીધી.ધર્મશાલા અને હિમાચલ પ્રદેશમાં જવાનો અમારો ઉત્સાહ અને તૈયારીઓ એક મહિનાથી ચાલતાં હતાં. આખરે એ તારીખ આવી જ ગઈ જેનો અમને ઇંતજાર હતો.
તારીખ 21.11.20
અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટનો સમય સવારે 6.30 હોવાથી અમે રાત્રે 1.30 ઘરેથી નીકળી જવાનું નક્કી કર્યું હતું. અમારી જ કારમાં જવાનું નક્કી કર્યું હતું. ડ્રાઈવર તરીકે જલ્પેશને ચીખોદરાથી બોલાવ્યો હતો.એ અમને અમને ડોમેસ્ટીક ટર્મિનલ પર ઉતારીને પરત ફરી ગયો હતો.
અમે અમારી એન્ટ્રી લઈને ચેક ઈન કરવાં ગયાં તો ત્યાં એ જ કાઉન્ટર પર ગ્રેહામકુમાર મળી ગયાં હતાં.એમણે અમારી ત્રણ બેગનો સામાન સીધો જ ધર્મશાલા પહોંચે તેવાં તથા અમને અમારો સામાન વહેલાં પરત મળી જાય તેવાં " પ્રાયોરીટી " ટેની ખાસ વ્યવસ્થા કરી આપી હતી. જે અમને દિલ્હીમાં બહાર નીકળ્યાં સિવાય ડાયરેક્ટ ટ્રાન્સફર લોબીમાં લઈ જવાં તથા પુનઃ સિક્યુરિટી ચેકથી બચવા કામ લાગી હતી.વળી ધર્મશાલામાં અમને અમારો સામાન વહેલાં પરત મળી ગયો હતો. આ માટે અમે ગ્રેહામકુમારના આભારી છીએ.
અમે લગભગ આઠ વાગે દિલ્હી પહોંચી ગયા હતાં.દિલ્હીથી ધર્મશાલાની અમારી ફ્લાઈટ બપોરે 12 વાગે હતી.અમે અમારી બોર્ડીંગ વિન્ડો આગળની લોન્જમાં જ આરામ કરતાં બેસી રહ્યાં હતાં. સમય થયો છતાં પણ અમારૂં બોર્ડીંગ ચાલું ન થતાં, તપાસ કરતાં જણાયું હતું કે અમારી ફ્લાઈટ લેટ થઈ રહી હતી. લગભગ એક કલાક મોડી ઉપડેલી ફ્લાઈટે અમને બપોરે 2 વાગે ધર્મશાલા પહોંચાડ્યા હતાં.અહીં ઊતર્યા પછી અમને ખબર પડી હતી કે અહીંના એરપોર્ટનું નામ ધર્મશાલા નહીં પણ કાંગડા એરપોર્ટ હતું. એરપોર્ટથી લોકલ કારથી અમે અમારા રીસોર્ટ પહોંચ્યા હતાં.
અમારો રિસોર્ટ એક પહાડ પર નીચેથી ઉપર તરફ ફેલાયેલો છે.રીસોર્ટ પર અમારું હિમાચલી ગરમ ટોપી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેક ઈનની પ્રક્રિયા બાદ અમને રૂમ નંબર 409 ફાળવવામાં આવ્યો હતો. જે ઢોળાવ પર આવેલાં રિસોર્ટમાં 7 માં માળે છે એમ કહી શકાય. અહીં અમને પુુુુષ્કળ ઠંંડીનો અનુુુભવ થયો હતો. આરામ કરીને ફ્રેશ થયાં બાદ અમે રીસોર્ટ જોવાં અને બીજાં દિવસે ક્યાં ફરવાં જવું એની પૂૂછપરછ કરવાં ગયાં હતાં. બાદમાં રિસોર્ટમાં જ ડિનર લઈને અમે સૂઈ ગયાં હતાં.
તારીખ 22.11.20 ટ્રીપ-1
આ દિવસે અમે ત્યાં કરવા લાયક ટ્રીપ પૈકીની એક નાની અડધા દિવસની ટ્રીપ કરી હતી. બપોરનું ભોજન રીસોર્ટમાં જ પતાવીને લગભગ 12.30 વાગે નીકળીને ડ્રાઇવર મનોજ અમને "દાલ લેક" લઈ ગયો હતો. ત્યાં એક ખૂબ જ મોટું અને ઊંડું તળાવ છે. વ્યુ પોઈન્ટની સામે ઊભા ઊંચા ડુંગરાઓ અને એની ઉપર મસ્ત મજાના સીધાં જંગલી વૃક્ષો જોઈ ને તથા મનભરીને ફોટા પાડીને આગળ વધ્યાં.
પછી એ અમને "નડ્ડી" નામના વ્યુ પોઈન્ટ લઈ ગયો.અહીં સામ સામે બે પર્વતમાળાની વચ્ચે ખીણનું અદભૂત સૌંદર્ય છવાયેલું જોયું. સામેની પર્વતમાળા ખૂબ જ ઊંચી અને બરફ આચ્છાદિત હતી. વચ્ચેની ખીણમાં ઢોળાવ પર વસેલાં લોકો, એમનાં મકાનો, નાના ઝરણાં, પત્થરો,વૃક્ષો, આકાશમાં પસાર થતાં વાદળો અને ધુમ્મસથી છવાયેલો સમગ્ર વિસ્તાર...આહલાદક આનંદ આપી ગયો.
બાદમાં અમને મેકડૉલગંજની માર્કેટમાં લઈ જવામાં આવ્યાં.ત્યાં વિવિઘ પ્રકારની હારબંધ નાની દુકાનો હતી.જ્વેલરી આઈટમસ્ તથા ગરમ કપડાંની ખરીદીનો આનંદ માણી અમારે દુકાનોની હારમાળાને અંતે આવેલાં દલાઈ લામાના મંદિર જોવાં જવાનું હતું પણ કોરોનાને કારણે આ મંદિર બંધ હતું. જે ના જોઈ શકવાનો વસવસો રહેશે. ત્યાંથી અમે ધરમકોટ ગયા હતાં. જ્યાં કુદરતે વેરેલાં પ્રકૃતિ વૈભવને માણીને રીસોર્ટ પરત ફર્યા હતાં .
તારીખ 23.11.20 ટ્રીપ-2
આ દિવસે અમે ધર્મશાલાથી કિ.મી. દૂર આવેલાં રોક-કટ-ટેમ્પલને જોવાં જવાનું નક્કી કર્યું હતું. વહેલી સવારે નવી કાર અને નવો ડ્રાઈવર અમને લેવાં આવી પહોચ્યો હતો. અમે પણ વહેલાં તૈયાર થઈને ઉપરથી નીચે ફોટા પાડતાં પાડતાં ઉતારી રહયાં હતાં.અમારા રીસોર્ટનો રેસ્ટોરન્ટ 8 વાગ્યા પછી ખૂલતો હોવાથી અમે અમારી રૂમમાં આપવામાં આવતાં ચા-કોફી-સુગર-મિલ્કના પેકેટ્સ વડે ચા બનાવીને પી લીધી હતી. પણ એમાં મજા આવી નહોતી. કારમાં ગોઠવાયા પછી ને કહ્યું કે અમારે ચા પીવી છે અને કોઈ સારી જગ્યાએ ઊભી રાખજે. પણ અફસોસ પાચેક કિલોમીટર સુધી કોઈ હોટલ કે રેકડી કે કાંઇ દેખાયું નહીં. રસ્તે ચાલતાં લોકો જોવાં મળતા હતાં. ને પૂછતાં જાણવા મળ્યું કે અહીંના લોકોની સવાર વહેલી પડે છે પણ દુકાનો અને બજાર 9.00 વાગ્યા પછી ખૂલે છે. ચા ન મળ્યાં ના વસવાસા સાથે અમારી ટ્રીપ આગળ વધી. પણ થોડા કિલોમીટર પછી મને કાયમની જેમ પેટમાં ગરબડ,ઓડકારો,બગાસા અને અન ઈજીનેસ ફિલ થવાં લાગ્યાં. આખરે એક જગ્યાએ મારે કાર રોકાવીને ઉલ્ટી કરવી જ પડી. પછીની મુસાફરી મેં બીકમાં,અડધા સૂતાં અડધા જાગતાં પસાર કરી.
જ્યાં પહોચવાનું હતું એ જગ્યા આવી ગયી પછી મને હાશકારો થયો. ડપથી ઉતરીને હું રીલેક્સ થયો. એ જગ્યા શંશૂર હતી. કોઈ એક પહાડની ટોચ પર અમે હતાં. અહી જ રોક-કટ-ટેમ્પલ હતું. એ ઈશારો કરીને અમને એ બતાવ્યું ત્યારે અમારા આનંદનો પર નહોતો. જો કે અમે એ મંદિરની પાછલી બાજુ હતાં. ત્યાંથી એક કેડી જેવાં રસ્તા અને નવાં બની રહેલાં સ્લોપ પરથી મંદીરમાં જવાતું હતું. ત્યાં એક લારીવાળો હતો જે ચા,કોફી,અને વિવિધ નાસ્તો આપતો હતો. ઠંડી અને ચાની દબાવી રાખેલી ઇચ્છાને પૂરી કરીને જ આગળ વધવાનું નક્કી કર્યું. ચા અને નાસ્તો કેવા હશે એનું અનુમાન કરતાં હું ફેસબુક પર લાઈવ વિડીયો મૂકવામાં અને ફોટોગ્રાફીમાં વ્યસ્ત થઈ ગયો. અમે મેગી બનાવડાવી હતી. એ તૈયાર થતાં અમને બોલાવ્યાં. ચા અને મેગી બંને ચાખતાં "પૈસા વસૂલ"નો ભાવ ઊભરી આવ્યો હતો. અમને એમ હતું કે આ ટેસ્ટને બદલે એ અમારી પાસેથી કિમત વસૂલી લેશે. પણ અમારા વિશેષ અચરજ વચ્ચે એ ભાઈએ ચાની કિમત અન્ય ઠેકાણે હોય એ જ લીધી અને મેગીનો પણ એ જ ભાવ ! એકદમ સાત્વિક પ્રામાણિકતા ના દર્શન અમને અહી થયા હતાં. એનો આભાર માનીને અમે આગળ વધ્યાં. ત્યાં એક ટિકિટ કાઉન્ટર જેવું હતું. અમારે ત્યાથી ઓનલાઈન ટિકીટ જ લેવાની હતી. એક વ્યક્તિના 20 રૂ. હતાં.બાજુમાં મુકેલાં ડિસ્પ્લે બોર્ડમાં આપેલાં કોડને સ્કેન કરવાથી પે યુ મની ધ્વારા ટિકીટ મેળવીને અમે મંદિરની આગળની બાજુ નજર કરી તો એ અદભૂત મંદિરને જોઈને અભિભૂત થઈ ગયાં.
આખા એક મોટાં પીળા અને બદામી રંગના પહાડના પત્થરમાંથી ત્યાં ને ત્યાં જ કોતરીને બનાવેલું એ મંદિર હતું. ધરતીકંપ અને સમયના માર સામે ટકી રહેલાં એ મંદિરના બચી ગયેલાં અવશેષોને નિહાળતા એની ભવ્ય ભૂતકાળની કલ્પના કરીને અમે ખૂબ જ આનંદિત થઈ ગયાં હતાં.એનો એકે એક સુંદરતમ ભાગ જેમાં શિખર, ગુંબજ, પીલાર, દરવાજાની ફ્રેમ, દેવી દેવતા, મનુષ્ય અને પ્રાણીની કોતરણી વગેરે જિનવટ પૂર્વક નિહાળતા અને ફોટાનો આનંદ માણતા અમારો દોઢ કલાક પસાર થઈ ગયો. કોરોનને લીધે પ્રવાસીઓ ઓછાં હોવાથી વિસ્તૃત અને જિનવટભર્યો અભ્યાસ અને મજાની ફોટોગ્રાફી કરી શકાઈ.
ત્યાંથી પાછાં ફરતાં રસ્તામાં ભારતનું પ્રખ્યાત જ્વાલામુખી માતાનું મંદિર જોયું. ભારતની શક્તિપીઠ પૈકીની એક એવી આ પવિત્ર જગ્યામાં માતાજીનાં ખૂબ નજીકથી થી દર્શન કરવાની તક મળી.ત્યાંથી થોડો પ્રસાદ અને જ્વેલરી પણ ખરીદી. ત્યાંના પ્રખ્યાત આમ પાપડ પણ લીધાં.
ત્યાંથી સીધાં હિમાચલ પ્રદેશનો પ્રખ્યાત કાંગરા ફોર્ટ પહોચ્યાં. ખુબજ વિશાળ અને સંરક્ષણાત્મક જગ્યાએ નિર્મિત આ કિલ્લાને નિહાળીને અમે ધન્ય બની ગયાં. ચારે બાજુ સીધી ચટ્ટાનો અને ઊંડી ખીણ અને એમાંવહેતાં નદીના પાણી, હરિયાળી, નજીક ઊડતાં વાદળો, વધારે પડતી ઠંડી....ખૂબ જ મજા આવી. કોરોનાને કારણે પબ્લિક પણ ઓછું એટલે ફોટોગ્રાફીમાં પણ મજા પડી.

Comments
Post a Comment